જામનગરની જી.જી. હૉસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઇને ધરણા યોજીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં નર્સિંગ સ્ટાફ દ્વારા સતત બીજા ગુરૂવારના ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે. નર્સિંગ સ્ટાફ દ્વારા અવાર નવાર રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ તેમની માંગ માનવામાં ન આવતા આખરે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.
જામનગરમાં જી.જી.હૉસ્પિટલના નર્સિંગ સ્ટાફે પડતર માંગોને લઇને કર્યા ધરણાં
જામનગર: શહેરમાં આવેલી જીજી. હૉસ્પિટલના નર્સિગ સ્ટાફ દ્વારા પગાર વધારા તેમજ અન્ય પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો નર્સિંગ સ્ટાફ દ્વારા હૉસ્પિટલના પટાંગણમાં ધરણા ધરીને પોતાની પડતર માંગણીઓને લઇને વિરોધ નોંધાવ્યો હતો. પગાર વધારા સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈ જામનગરની જી.જી.હોસ્પિટલના પટાગણમાં આજ રોજ નર્સિંગ સ્ટાફ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા.
જામનગરમાં જી.જી.હૉસ્પિટલના નર્સિંગ સ્ટાફે પડતર માંગોને લઇને કર્યા ધરણાં
ખાસ કરીને નર્સિંગ સ્ટાફ સાથે દર્દીના સગા વ્હાલા દ્વારા જે પ્રકારે ખરાબ વર્તનના કિસ્સા વધી રહ્યા છે. તેના પર અંકુશ આવે તેવી નર્સિંગ સ્ટાફએ માંગ કરી છે. ગુરૂવારના રોજ હાફ યુનિફોર્મમાં નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને કાળી પટ્ટી ધારણ કરવામાં આવી હતી.