ખેડૂત પરિવારમાંથી આવતા ડો.વસરામ બોડાએ વર્ષો સુધી પશુઓના ડોકટર તરીકે સેવા આપી, ખેતી સાથે જોડાયેલી તેમની આત્માના કારણે સ્વૈચ્છિક નિવૃતિ લઈ વર્ષોથી ખેતી કરતા વસરામભાઈને કેક્ટસ અને તેના ગુણો વિશે જાણવાની અત્યંત જિજ્ઞાસા અને કુતુહલતા હતી. આ દરમિયાનમાં કેક્ટસ અંગે તેમની સંશોધનવૃતિ કેળવાઈ.
વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની આ સંશોધન અને કેક્ટસના ઔષધીય અને પ્રાણદાયક ગુણો વિશે તેમની સાથે વાર્તાલાપ કરતા, આ વાર્તાલાપ દરમિયાન વાતાવરણને શુધ્ધ કરવા અને ખુબ ઓછા પાણી અને ઓછી કાળજીએ માનવજાતને મહત્તમ પ્રાણવાયુ ‘ઓક્સિજન’ પુરો પાડતા કેક્ટસનું ગુજરાતમાં પણ એક ફાર્મ હોય, તેની પણ ખેતી થાય તે વિચાર ડો.બોડાને જણાવેલ સાથે જ તેના માટે સરકાર દ્વારા પણ પુરતો સહકાર આપવાની તૈયારી બતાવી અને ડો.બોડાને આ પ્રેરણા મળતા તેમણે કેક્ટસની અનેક જાતો પર પ્રયોગો કરી તેમને વિકસાવી ભારતીય મુળ સિવાયની બહારની જાતો પણ તેમણે ભારતમાં અમદાવાદ ખાતે તેમના તત્કાલીન નિવાસીય શહેરમાં રોપી, પરંતુ આ સાથે જ તેઓ જ્યારે પોતાના વતન બાદનપર જોડીયા આવ્યાં ત્યાર પહેલા તેમણે કેક્ટસના નિષ્ણાંત હોવાથી જામનગર ધ્રોલના શહિદવન ખાતે તેનું વાવેતર કર્યુ અને વાતાવરણના ફેરફાર સાથે કેક્ટસના વિકાસમાં અચંબિત કરનાર હકારાત્મક પરિણામો તેમને મળ્યાં.
આ પરિણામો સાથે તેઓ બાદનપર જોડીયા ખાતે પુન:વસવાટ કરી પોતાની જમીનમાં કોમર્શીયલ કેક્ટસનુ નિર્માણ કર્યુ છે. કેક્ટસની 600 જેટલી જાતો હાલ તેઓએ ભારતમાં બાદનપર ખાતે ઉગાડી છે. આ જાતોમાં મહત્તમ ભારતીય મૂળ સિવાયની જાતો છે. જેમાં નોર્થ, સાઉથ અને સેન્ટ્રલ અમેરિકાની, ઈન્ડોનેશીયાની, જાપાનની, ‘મ્યુટેડ’ જાતો, સાઉથ આફ્રિકાની વિવિધ જાતોનો સમાવેશ થાય છે. આ ખેતી માટે જમીન અને વિવિધ જાતોને બહારના દેશમાંથી મંગાવી તેનુ રોપણ, તેને વિકસવા માટે 3 ફુટ ઉંચા બેડ તેની ખાધ, ગ્રીન હાઉસ વગેરે માટે ડો.બોડાએ અંદાજીત 1 કરોડનો ખર્ચ કર્યો છે.