ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાયરસના અનુસંધાને જામનગર કલેકટરે સેનાની ત્રણેય પાંખો સાથે બેઠક યોજી

જામનગર કલેકટર દ્વારા સૈન્યની ત્રણે પાંખ આર્મી, નેવી અને એરફોર્સ સાથે કોરોના વાયરસના અનુસંધાને બેઠક યોજી હતી. જેમાં કોરોના વાયરસની સંભવિત પરિસ્થિતિ સમયે સૈન્ય સાથે કઇ રીતે સહકાર સાધી કામગીરી કરવામાં આવશે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

jamnagar
કોરોના

By

Published : Mar 6, 2020, 7:08 PM IST

Updated : Mar 6, 2020, 8:19 PM IST

જામનગર: કલેકટર દ્વારા સૈન્યની ત્રણે પાંખ આર્મી, નેવી અને એરફોર્સ સાથે કોરોના વાયરસના અનુસંધાને બેઠક યોજવામાં આવી હતી. કલેકટર સાથે જ સેનાના કેમ્પમાં બહારથી આવતા જવાન કે અન્ય કોઇ જો શંકાસ્પદ કેસ હોય તો ક્યા પગલાં લેવામાં આવશે, એ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી.

કોરોના વાયરસ અનુસંધાને જામનગર કલેકટરે સેનાની ત્રણ પાંખો સાથે બેઠક યોજી

આ બેઠક અનુસાર કોરોનાનો કોઇ શંકાસ્પદ કેસ જણાય તો આર્મી પોતાના કેમ્પમાંની હોસ્પિટલમાં જ આઇસોલેશન અને ક્વોરેંટાઇન વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવશે. જ્યારે નેવી અને એરફોર્સ ખાતે આઇસોલેશનની સુવિધા નિર્મિત કરવામાં આવશે. આ ઉપરાંત ત્રણે પાંખોને કલેકટરશ્રીએ સાવચેતીના પગલાઓ લેવા તેમજ આવશ્યક સમયે તંત્ર દ્વારા અને જી.જી. હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ મદદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Last Updated : Mar 6, 2020, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details