જામનગર: શુક્રવારે જામનગર કલેક્ટર રવિશંકરે લોકોને લોકડાઉન-4ના નિયમોનું પાલન કરવાના અનુરોધ કરતાં કહ્યું હતું કે, ઘણી જગ્યાએ લોકો વધુ ભીડ એકઠી કરી રહ્યાં છે, લોકો ગભરાય નહીં કે કોઈ વસ્તુ તેમને નહીં મળે. આગામી સમયમાં ધીમે ધીમે લોકડાઉન ખુલશે.
જામનગર કલેક્ટરે લોકોને લોકડાઉન-4ના નિયમોનું પાલન કરવા કરી અપીલ - જામગરમાં કલેકટરની લોકોને અપીલ
જામનગરના કલેક્ટર રવિશંકરે જનતાને લોકડાઉન-4ના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, ભીડ કે ટોળા એકઠા ના કરો, તમને દરેક વસ્તુઓ મળી રેહેશે. જેથી કોઇએ ગભરાવાની જરૂર નથી.
કોઈપણ વસ્તુ મેળવવા માટે લોકો લોકડાઉનના નિયમોને ભૂલે નહીં. સ્કૂટર અને કાર માટેના જે નિયમો તંત્ર દ્વારા નિર્ધારિત કરેલા છે. તેનું પાલન કરે અને બાળકો, વૃદ્ધોને આ સંક્રમણથી બચવા માટે ઘરમાંજ રાખો. લોકો કારણ વગર બહાર નીકળે નહીં અને ઘરેથી બહાર નિકળતા જેમ અગાઉ પર્સ, મોબાઈલ યાદ રાખીને લેવામાં આવે છે તેવીજ રીતે લોકો હવે માસ્કને પણ યાદ રાખીને પહેરવું ફરજિયાત છે.
મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત દરેક વિસ્તારોમાં દુકાનદારો ઓડ-ઇવન પધ્ધતિનું પાલન કરે છે. સાથે જ કલેકટરએ લોકોને વ્યાયમ કરી પોતાની જાતને વધુ મજબૂત કરો, રોગપ્રતિકારક શક્તિ વધારવા અંગે પણ જણાવ્યું હતું. તેમજ શહેર, નગરો વગેરે વિસ્તારમાં બહારથી આવેલા લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. તે લોકો તેનું પાલન કરે તે માટે પડોશીઓને પણ જાણ કરવામાં આવી છે.