જાંબાઝ જવાન કરણ દેશમુખ નવસારીની એક વૃદ્ધ મહિલાને બચાવી રહ્યા છે. વડોદરા પંથકમાં એક જ દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક લોકો પાણીમાં ફસાયા હતા ત્યારે જામનગર એરપોર્ટની ટીમ બચાવ કાર્યમાં જોડાઈ હતી અને અનેક લોકોના જીવ બચાવ્યા છે.
જામનગર એરફોર્સના જવાને દિલધડક રેસ્કયુ કરી પાણીમાં ફસાયેલ વૃદ્ધ મહિલાને બચાવી - જામનગર
જામનગરઃ હાલ વડોદરામાં ભારે વરસાદના કારણે અનેક લોકો પાણીમાં ફસાયા હતા. ત્યારે જામનગર એરફોર્સની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં પહોંચી હતી અને 45 જેટલા લોકોને બચાવ્યા છે. ત્યારે જામનગરમાં એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ફ્લાઇટ લેફ્ટનન્ટ કરણ દેશમુખનો વીડિયો સામે આવ્યો છે.
જામનગર
ત્યારે જાંબાઝ જવાન કરણ દેશમુખ નવસારીની એક વૃદ્ધ મહિલાને બચાવી રહ્યા છે તેનો વીડિયો સામે આવ્યો છે. ફ્લાઇટ લેફ્ટનન્ટ કરણ દેશમુખને શાબાશી આપી રહ્યા છે.ખુદનો જીવ જોખમમાં મુકી એક વૃદ્ધ મહિલાને આ જવાને બચાવી છે.