તાજેતરમાં ઇસરોએ મંગળયાન અને ચંદ્ર યાન-2ની સફળતાથી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ઇસરોના વૈજ્ઞાનિકોએ જે મુસીબતોનો સામનો કર્યો હતો. તે અનુભવ નેવીના જવાનો સાથે શેર કરી હતી.
જામનગરમાં INS વાલસુરામાં ISRO દ્વારા બે દિવસીય શિબિર યોજાઈ - ઇસરો
જામનગર: શહેરમાં વાલસુરા ખાતે ઈસરો દ્વારા બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલસુરામાં નેવીના જવાનોને ઇસરોએ મેળવેલી સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
etv bharat jamnagar
આઈ.એન.એસ વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર સી રઘુરામેં કાર્યક્રમનું ઓપનિંગ કર્યું હતું. ઇસરોમાંથી બે વૈજ્ઞાનિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. દિપક પુત્રવુ અને કમલેશ બોર્સડીયાએ નવી ટેકનીક અને નવા સાહસો વિશે નેવીના જવાનોને માહિતી આપી હતી.