જામનગર: શહેરના મોટા થાવરીયા ગામ તથા જામનગર કાલાવડ(Illegal biodiesel in Jamnagar) હાઇવે રોડ ઉપર ઠેબા ગામ પાસે આવેલા અક્ષર કોમ્પલેક્ષમાં આવેલી ગીતા લોજીસ્ટીકની ઓફિસની સામે અમુક શખ્સો બાયોડીઝલનું કૌભાંડ ચલાવતા હોવાની પંચકોશી એ ડીવીઝન પોલીસને (Panchkoshi A Division Police ) ચોક્કસ હકીકત મળી હતી.
પોલીસે બાયોડીઝલ ઝડપી પાડ્યું
આ હકીકતના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં જયેન્દ્ર વલ્લભભાઈ દુધાગરા અને સાજીદ રહીમભાઈ સોરઠીયા નામના બે શખ્સો મળી આવ્યા હતા. પોલીસે આ શખ્સોના કબ્જામાંથી ભેળસેળ યુક્ત બાયોડીઝલજેવુ જ્વલનશીલ પ્રવાહી 12 હજાર 400 લીટર જેની કિંમત 8 લાખ 6 હજાર, 1,000 લીટર ઓઇલ જેની કિંમત 50 હજાર, લોખંડનો મોટો ટાંકો, પ્લાસ્ટીકનો ટાકો, 26 ખાલી બેરલો, પાઇપ સાથેની ત્રણ ઇલેક્ટ્રીક મોટર, ઇલેક્ટ્રીક ફીલીંગ મશીન, સ્ટેબીલાઇઝર, ગુનામાં ઉપયોગ કરેલી ટ્રક, આઇસર વાહન, મોબાઇલ નંગ 3 તેમજ અન્ય સાધન-સામગ્રી મળી કુલ રૂપીયા 21 લાખ 80 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.