ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં હેલ્મેટના અમલીકરણની ઘરથી જ શરૂઆત કરતા જિલ્લા પોલીસ વડા - cheking

જામનગરઃ જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલની સૂચનાથી જિલ્લા હેડ કવાર્ટરના ગેટ પાસે ટ્રાફિક PIની હાજરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગર પોલીસે હેલ્મેટના કાયદાના અમલીકરણની શરૂઆત પોતાના ઘરથી જ કરી હતી.

જામનગરમાં હેલ્મેટના અમલીકરણની ઘરથી જ શરૂઆત કરતા જિલ્લા પોલીસ વડા

By

Published : May 13, 2019, 10:38 PM IST

જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલની સૂચનાથી આજે જિલ્લા હેડ કવાર્ટરના ગેટ પાસે ટ્રાફિક PIની હાજરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં જામનગર પોલીસે હેલ્મેટના કાયદાના અમલીકરણની શરૂઆત પોતાના ઘરથી જ કરી હતી. ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવા છતાં પણ લોકો હેલ્મેટ પહેરવાનું ટાળે છે. જેના કારણે અકસ્માતમાં ગંભીર ઈજા થાય છે, ત્યારે જામનગર શહેરમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તેમજ લોકો હેલ્મેટ ફરજિયાત પહેરે તે હેતુથી જિલ્લા પોલીસ વડાએ પહેલ કરી છે.

જામનગરમાં હેલ્મેટના અમલીકરણની ઘરથી જ શરૂઆત કરતા જિલ્લા પોલીસ વડા

પોલીસે હેકટર ખાતેથી પોલીસ વાહન ચાલકનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 15 જેટલા પોલીસકર્મીઓ વિધાઉટ હેલ્મેટ સવારી કરી રહ્યા હતા. 8 જેટલા હોમગાર્ડના જવાન પણ હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવી રહ્યા હતા, તો આ સાથે જ અન્ય સિવિલીયન લોકો પણ હેલ્મેટ વિના ઝડપાયા હતા. તો ટ્રાફિક પોલીસે 100 જેટલા વિના હેલ્મેટ વાહનચાલકોની અટકાયત કરી હતી. આગામી દિવસોમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટુ વ્હીલર વાહનચાલકોને અટકાવીને હેલ્મેટની ચકાસણી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details