જામનગરઃ ગાંધી જયંતિ નિમિત્તે જોડિયા તાલુકાની 12 તાલુકા શાળાઓમાં હેન્ડ વોશનો કર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ લાભાર્થીને હેન્ડ વોશ કીટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. બીજી ઓકટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિને તેમજ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હડિયાણા સહિત અન્ય 11 શાળાઓમાં આઇસીડીએસ, મહિલા અને બાળ કલ્યાણ તેમજ શક્તિ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે જોડિયા તાલુકાના હડિયાણા ગામે આંગણવાડી કેન્દ્ર દ્વારા હડિયાણા તાલુકા શાળા ખાતે હેન્ડ વોશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જામનગરના જોડિયા તાલુકાની 12 તાલુકા શાળાઓમાં ગાંધી જયંતિ નિમિતે હેન્ડ વોશ કાર્યક્રમ યોજાયો
જામનગર જિલ્લામાં જોડિયા તાલુકાની 12 તાલુકા શાળામાં ગાંધી જયંતિ નિમિત્તે બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે હડિયાણા, પીઠડ, બાલભા, જસાપર, કુનડ, જોડિયા, કેશિયા, તારાણા, દુધઈ, બાદનપર, વાવડી તેમજ મેઘપર તાલુકા શાળામાં હેન્ડ વોશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
હડિયાણા ગ્રામ પંચાયતના મહિલા ઉપ.સરપંચે સોશિયલ ડિસ્ટન્સ સાથે દસ દસ મહિલાઓની પેર બનાવી મહિલાઓને પદ્ધતિસર હાથ ધોવડાવવામાં આવ્યા હતા. આ તમામ મહિલાઓને પ્રમાણપત્ર સાથે એક સ્વચ્છતાની કીટ પણ આપવામાં આવી હતી. બાયસેગ મારફત તમામ મહિલાઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો.
આં હેન્ડ વોશ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારી સોરઠીયા, આરોગ્ય વિભાગનો સ્ટાફ, આઇ. સી. ડી. એસનો સ્ટાફ અને શિક્ષણ વિભાગના સ્ટાફ, હાજર રહેલા તમામ આંગણવાડી બહેનો અને સ્થાનિક કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.