જામનગરગુજરાત વિધાનસભા ચૂંટણી2022નું (Gujarat Assembly Election 2022) પહેલા તબક્કાનું મતદાન (First phase of voting in Gujarat) સૌરાષ્ટ્રમાં સંપન્ન થયું છે. જોકે જામનગર જિલ્લામાં મહિલા મતદાન ઘટ્યું (Women voting in Jamnagar district decreased) છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાતથી આઠ ટકા મહિલાઓનું મતદાન ઘટ્યું છે. જે રાજકીય પક્ષો માટે એક ચિંતાનો વિષય બન્યો છે. આગામી આઠમી ડિસેમ્બરે મતગણતરી યોજનાર છે. જોકે 2022 વિધાનસભા ચૂંટણીમાં અનેક નવા સમીકરણો જોવા મળી રહ્યા છે.
મતદાનમાં થયેલો ઘટાડો પોલીટિકલ પંડિતો ચર્ચાનો વિષય માટે ખાસ કરીને મહિલાઓના મતદાનમાં થયેલો ઘટાડો પોલીટિકલ પંડિતો માટે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાઓ અમુક પાર્ટીઓ માટે કમિટેડ વોટર તરીકે જોવા મળતી હોય છે. જોકે મોંઘવારીની અસર મહિલાઓના મતદાનમાં (Effect of Inflation on Women Voting) જોવા મળી રહી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં જામનગર જિલ્લામાં મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે, તેમજ મહિલાઓના મતમાં સાતથી આઠ ટકા જેટલો ઘટાડો થયો છે.