જામનગરઆપણા દેશને લોકશાહી મળતા આપણને સૌને મતદાનકરવાનો હક મળ્યો છે. ત્યારે દરેક નાગરિકો અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે. આંખ બંધ કરી સગા સંબંધી કે નાત જાત જોઈને નહીં પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને અચૂક પોતાનો મત આપવો જોઈએ. આ શબ્દો છે જામનગરનાજામ સાહેબ શત્રુશૈલ્યજીસિંહના કે જેઓએ આજરોજ ટપાલ મતપત્ર મારફત પોતાના નિવાસ સ્થાનેથી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આંખ બંધ કરી સગા-સંબંધી કે નાત-જાત જોઈને નહીં પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને અચૂક પોતાનો મત આપવો જોઈએ"... આ શબ્દો છે જામનગરના જામ સાહેબના ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા 2022ની ચૂંટણીમાં એક પણ મતદાર ન છૂટે અને 100 ટકા મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડ ગ્રસ્ત લોકો માટે આ ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા (Special facility of voting by postal ballot) ઉભી કરાઈ છે.
દરેક નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થવા જામસાહેબ દ્વારા અનુરોધ કર્યો જિલ્લા ચૂંટણી તંત્રની સુવિધાત્યારે આજરોજ જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પણ ચૂંટણી અધિકારી 78 તથા પ્રાંત અધિકારી ડી.ડી. શાહ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર (District Election System) દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા આ સુવિધા મારફત પોતાના નિવાસ્થાનેથી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો.
પોસ્ટલ બેલેટ દ્વારા ઘર આંગણે જ મતદાનઆ સુવિધા હેઠળ જિલ્લા કલેક્ટર (Jamnagar District Collector) ડો.સૌરભ પારઘીના વડપણ હેઠળ સમગ્ર જામનગર જિલ્લામાંથી ચૂંટણી તંત્ર (Election System from Jamnagar District) દ્વારા 442 નિર્દિષ્ટ મતદારોની ઓળખ કરવામાં આવી હતી જે મતદારોને આગામી એક અઠવાડિયા દરમિયાન પોસ્ટલ બેલેટ દ્વારા ઘર આંગણે જ મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવનાર છે.