શિક્ષણ વિશે વાત કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, " આ વખતે સૌથી વધુ ફાળવણી શિક્ષણ માટે કરવામાં આવી છે. રાજ્ય સરકારે શિક્ષણ માટે ત્રીસ હજાર કરોડની ફાળવણી કરી છે. છેવાડાનું બાળક પણ શિક્ષિત બને તેવા પ્રયત્નો રાજ્ય સરકારના દ્વારા કરાયા છે. રાજ્ય સરકારની નવી યોજનામાં બેટી વધાવોને પ્રોત્સાહન મળે એ માટે આ બજેટમાં વ્હાલી દીકરીની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનામાં દીકરીનો જન્મ થાય ત્યારે તેના નામે બેંકમાં ફિક્સ ડિપોઝીટ મૂકવામાં આવશે. આ દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે તે રકમ રૂપિયા એક લાખ થઇ જતા તેને આપવામાં આવશે. તેમજ પીએચ. ડી.નો અભ્યાસ કરનારી છાત્રાઓને રૂપિયા ૧પ હજારની છાત્રવૃત્તિ આપવામાં આવશે. આમ, કેજીથી પીજી સુધી, દીકરીઓની દરકાર આ સરકાર કરવાની છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જી.એમ.પટેલ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી
જામનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી જી. એમ. પટેલ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીનીઓ સાથે મળીને તેમને સ્વનિર્ભર રહેવા અને પોતાના હક માટે જાગૃત રહેવાની શીખ આપી હતી.
વધુમાં તેમણે કહ્યું કે, “રાજ્યની મહિલાઓ સ્વાલંબી બનાવવા અને દેશના વિકાસમાં યોગદાન અપાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે. આ માટે મહિલાઓને લગતી વિવિધ પ્રકારની યોજનાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નવા ભારતના સપનામાં બેકારી, ગરીબી અને ભ્રષ્ટાચાર ન હોય એવી પરિકલ્પના છે. એ સપનાને સરકાર કરવાની જવાબદારી નવી, આવનારી પેઢીની છે."
આમ, મુખ્યપ્રધાને છાત્રાલયની મુલાકાત લઇ ટ્રસ્ટીઓ પાસેથી કન્યા શિક્ષણની વિવિધ પ્રવૃત્તિની માહિતી મેળવી હતી. મુલાકાતની અંતે મુખ્યપ્રધાનું શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્ય મંત્રી સર્વ પ્રદીપસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, અગ્રણી શ્રી ગોરધનભાઇ ઝડફિયા, રાઘવજીભાઇ પટેલ, ગોવિંદભાઇ મેતલીયા, બી. એચ. ઘોડાસરા, ચિમનભાઇ સાપરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.