ગુજરાત

gujarat

ETV Bharat / state

રસોઇયો બન્યો યુ-ટ્યુબર, હવે લૉન્ચ કરી આ ઍપ

જામનગરઃ ખીજડીયા ગામના યુવકે યુ-ટ્યુબ પર ધૂમ મચાવ્યા બાદ LEEPZO ઍપ લૉન્ચ કરી છે. ઉલ્લેખનીય છે કે, નિકુંજ વસોયાએ અભ્યાસ ખીજડિયા ગામમાં પૂર્ણ કર્યો છે. આમ ગામડામાં રહેતા યુવકે યુ-ટ્યુબ પર 50 લાખ વ્યુઅર્સ મેળવ્યા છે.

By

Published : Jun 29, 2019, 2:02 PM IST

xzcbv

જામનગરની નજીક આવેલા ખીજડીયા ગામમાં પોતાની વાડીએ જ રસોઈના વિવિધ વીડિયો બનાવી કુકિંગ શો મારફતે ખૂબ લોક ચાહના મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો પ્રથમ એવો વ્યક્તિ નિકુંજ છે કે જેમણે Youtube એ સિલ્વર મેડલથી નવાજ્યો છે. તો ગામડામાં ભણેલા નિકુંજ વસોયાએ ખીજડીયા ગામનું નામ રોશન કર્યું છે સાથે છેલ્લા ઘણા સમયથી Youtube પર કુકિંગના વીડિયો અપલોડ કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે.

રસોઇયો બન્યો યુ-ટ્યુબર, હવે લૉન્ચ કરી આ ઍપ

અત્યાર સુધીમાં નિકુંજે 35 કરોડ વ્યુવર્સ મેળવીને યુ-ટ્યુબ પર ધૂમ મચાવ્યા બાદ LEEPZO ઍપ લૉન્ચ કરી છે. કહેવાય છે કે, સેલિબ્રિટી થવું અથવા તો સ્ટાર કે ફેમસ થવા માટે ઉચ્ચ શિક્ષણ કરેલું હોવું જોઈએ. જો કે નિકુંજે આ વાતની નિરર્થક ગણાવી છે, તેઓ ગામડામાં રહીને પણ આજે વિશ્વભરમાં ફેમસ થયા છે.

ABOUT THE AUTHOR

...view details