જામનગર NSUI દ્વારા વિદ્યાર્થીઓને વેલકમ પાર્ટીમાં વૃક્ષોનું વિતરણ કરાયું - GUJARATINEWS
જામનગરઃ NSUI દ્વારા શહેરની મહિલા કોલેજ તથા હરિયા કોલેજમાં F.Yમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓ માટે વેલકમ પાર્ટીનું આયોજન કરવામા આવ્યું હતું. જો કે, વેલકમ પાર્ટી મેગાસિટીમાં યોજાતી વેલકમ પાર્ટીથી અલગ રીતે કરવામા આવી હતી.
JAMNAGAR
પ્રાપ્ત માહિતી મુજબ NSUI એ અઢી હજાર જેટલા વિદ્યાર્થીઓને વૃક્ષના રોપા આપીને આવકાર્યા છે. નવા વિદ્યાર્થીઓને NSUIના કોન્સેપ્ટ પસંદ આવ્યો હતો અને તેઓ પોતાના ઘરે એક વૃક્ષનું વાવેતર કરી અને તેનો ઉછેર કરશે.