ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં બે વર્ષથી પે એન્ડ યુઝ બંધ હાલતમાં - gujarat

જામનગરઃ શહેરના વોર્ડ નંબર 12માં છેલ્લા બે વર્ષથી પે અને યુઝ બંધ હાલતમાં છે. ખોજા નાકા અવિકસિત છે તથા આ વિસ્તારમાં મધ્યમવર્ગ અને ગરીબ લોકો રહે છે.

jam

By

Published : Jun 7, 2019, 6:39 AM IST

જામનગર શહેરના વોર્ડ નંબર 12 માં પે એન્ડ યુઝ બંધ હાલતમાં છે. સ્થાનિકોએ મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજુઆત કરી હતી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ વિસ્તારના કોર્પોરેટર જેનબ ખફીએ JMC ના સત્તાધીશો પર આરોપ લગાવતા કહે છે કે, આ વિસ્તારના કોર્પોરેટર કોંગ્રેસના હોવાથી કોઈ કામ કરવામાં આવતું નથી અને ખોજા નાકા વિસ્તારમાં પ્રિ મોન્સૂનની કામગીરી પણ કરવા ખાતર કરી છે તથા સફાઈ કરવામાં આવતી નથી તો મોટાભાગની ગટરો પણ સફાઈના અભાવે ઉભરાઈ છે.

જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં બે વર્ષથી પે એન્ડ યુઝ બંધ હાલતમાં

ખોજા નાકા વિસ્તારમાં વર્ષોથી કાર્યરત પે એન્ડ યુઝ બંધ કરી દેવામાં આવતા સ્થાનીકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે પાલિકાના અધિકારો આ બાબતે જણાવી રહ્યા છે કે હવે ઘરે ઘરે શોચાલય થઈ જતા પે એન્ડ યુઝ બંધ કરવામાં આવી રહ્યા છે

ABOUT THE AUTHOR

...view details