જામનગરમાં ફૂડ શાખાના દરોડા, કેરીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું
જામનગરઃ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં વિવિધ મરી મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડયા છે. તો સાથે ઉનાળાની શરૂઆત થતા જ બજારમાં કેરીનું આગમન થયું છે. વેપારીઓ કેરી પકવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરતા હોવાનું વારંવાર સામે આવે છે, ત્યારે ફૂડ શાખાએ વિવિધ કેરીઓના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું.
જામનગર
આ ઉપરાંત શાક માર્કેટ વિસ્તારમાં કેરી પકવતા ગોડાઉનમાં કાર્બન અંગેની તપાસ કરી તેનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. તેમજ રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી મળેલી સૂચના અનુસાર ઈથીલિન પાઉચ જે પાણીમાં પલાળી નાના બોક્સમાં રાખી અને બોક્સના માધ્યમથી કેરી પકવવામાં આવે છે. તે અંગે દુકાન કે ગોડાઉનમાં કેરીના વિક્રેતાઓને એજ્યુકેેટેડ કરવામાં આવ્યા છે.