જી.જી.હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમા મોડીરાતે આગ લાગી હતી. ઓપરેશન થિયેટરમાં થયેલ આ દર્દીઓને તાત્કાલિક અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં.
જી.જી.હોસ્પિટલના લાગી આગ, ફાયર ટીમે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ - Gujarat
જામનગરઃ શહેરમાં આવેલી જી.જી.હોસ્પિટલમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી હતી. જો કે. હૉસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર ટીમે ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવ્યો હતો.
જી.જી.હોસ્પિટલના લાગી આગ, ફાયર ટીમે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ
તાત્કાલિક ધોરણે ફાયર ટીમે ઘચના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી બેકાબુ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. જેથી હૉસ્પિટલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.