ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં એન્જિનિયરના ત્રાસના કારણે કોન્ટ્રાક્ટરે કરી આત્મહત્યા

જામનગર :શહેરમાં 56 વર્ષીય જીવણભાઈ રાઠોડ રિલાયન્સ કંપનીના એન્જિનીયરના ત્રાસના કારણે આત્મહત્યા કરી છે. આત્મહત્યાને લઈ શહેરમાં અરેરાટી ફેલાઈ છે. જીવણભાઈ રાઠોડ રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા.

જામનગરમાં એન્જિનિયરના ત્રાસના કારણે કોન્ટ્રાક્ટરે કરી આત્મહત્યા

By

Published : Jul 2, 2019, 7:57 PM IST

જીવણભાઈ રાઠોડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જી જી હોસ્પિટલના ડોક્ટરોએ જીવણભાઈને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

જામનગરમાં એન્જિનિયરના ત્રાસના કારણે કોન્ટ્રાક્ટરે કરી આત્મહત્યા

રિલાયન્સ કંપનીના એન્જિનિયર વિમલ ભુદાણી દ્વારા સતત માનસિક ટોર્ચર અને ધાક ધમકી આપવામાં આવતી હતી. જેના કારણે જીવણભાઈએ ગામના સ્મશાનમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે.મૃતક જીવણભાઈ રાઠોડ સુસાઇડ નોટમાં પણ એન્જિનિયર વિમલ ભુદાણી દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો છે.રિલાયન્સ કંપનીના PROના એન્જિનિયર વિમલ ભુદાણી છેલ્લા 7 મહિનાથી માનસિક ત્રાસ આપતા હોવાનો સુસાઇડ નોટમાં મૃતકે ઉલ્લેખ કર્યો છે.સુસાઈડ નોટના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details