જામનગર રેલ્વે સ્ટેશન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરએ ઓખાથી ગોવાહાટી જતી ટ્રેન ‘દ્વારકા એક્સપ્રેસને’આજે 12 એપ્રિલના રોજ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લીલી ઝંડી આપી હતી. લોકસભાની ચૂંટણીની શરુઆત 11 એપ્રિલથી થઇ ગઇ છે, તેને ધ્યાને રાખીને ગુજરાતમાં પણ મતદાતાઓમાં મતદાન વિશે જાગૃતિ આવે તે હેતુસર ખાસ મતદાન અભિયાન અંતર્ગત આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.
‘દ્વારકા એક્સપ્રેસને’ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લીલી ઝંડી અપાઇ
જામનગરઃ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જામનગર દ્વારા આજે ‘દ્વારકા એક્સપ્રેસ’ને 12મી એપ્રિલના રોજ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લીલી ઝંડી આપવામાં આવી હતી.
સ્પોટ ફોટો
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, જામનગર મહાનગર પાલિકાના કમિશનર સતિષ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્વ સરવૈયા, ફાયર ચીફ ઓફિસર બિસનોઈ, સ્વીપના નોડલ ઓફિસર અફસાના મકવા, પ્રાંત અધિકારી સોલંકી અને ચૌધરી તથા રમત ગમત અધિકારી શ્રીવાળા ઉપસ્થિત રહ્યાં હતા.