ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરની જી.જી.હૉસ્પિટલની બેદકારીના કારણે દિવ્યાંગોને ભારે હાલાકી

જામનગરઃ શહેર જી.જી.હૉસ્પિટલ બેકાર વહીવટી તંત્રના કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. હૉસ્પિટલમાં દિવ્યાંગો માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે તેમને કલાકો સુધી લાઇન ઉભા રહીને હાલાકીનો સામનો કરવો પડે છે.

જામનગરની જી.જી.હૉસ્પિટલની બેદકારીના કારણે દિવ્યાંગોને ભારે હાલાકી

By

Published : Jul 10, 2019, 11:40 PM IST

સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલ જી.જી.માં દિવ્યાંગ વ્યક્તિઓને પાસ કાઢી આપવામાં આવે છે. આ પાસ કાઢવા માટે વિકલાંગ વ્યક્તિઓએ ફરજિયાત હાજર રહેવાનો નિયમ હોવાનું હોસ્પિટલ તંત્ર જણાવી રહ્યું છે. જેથી દર બુધવારે વિકલંગોની લાંબી લાઈનો જોવા મળે છે. લાઇનમાં 70થી 80 ટકા દિવ્યાંગો ઉભા હોય છે. જેમની માટે કોઇ સુચારું વ્યવસ્થા ન હોવાના ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

જામનગરની જી.જી.હૉસ્પિટલની બેદકારીના કારણે દિવ્યાંગોને ભારે હાલાકી

આ બાબતે હૉસ્પિટલ તંત્રને અનેકવાર જાણ કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાયા નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details