ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર જિલ્લા VCE મંડળ પોતાની માગને લઈને મેદાને, 1 ઓક્ટોબરથી કામ બંધ કરવાની ચીમકી

જામનગર જિલ્લા ગ્રામ પંચાયત ઓપરેટર સાહસિક મંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું છે કે, ઈ-ગ્રામ VCEના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો કામગીરીનો રાજ્યવ્યાપી બહિષ્કાર કરવામાં આવશે.

By

Published : Sep 29, 2020, 2:28 PM IST

પોતાની માગને લઈને જામનગર જિલ્લા VCE મંડળ મેદાને, 1 ઓક્ટોબરથી કામ બંધ કરવાની ચીમકી
પોતાની માગને લઈને જામનગર જિલ્લા VCE મંડળ મેદાને, 1 ઓક્ટોબરથી કામ બંધ કરવાની ચીમકી

જામનગરઃ ગુજરાત સરકારની ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ VCE છેલ્લા 14 વર્ષથી વગર પગારે કમિશન પર કામ કરે છે. સરકાર દ્વારા VCEના હિત માટે પગલાં ભરવા જોઈએ, પરંતુ VCEના હિત માટે કોઈ પગલાં ભરવામાં ન આવતા અને VCEને કોઈ લાભ કે પગાર ધોરણ બાબતે વિચારણા ન કરતા VCE મંડળે અવાર-નવાર રજુઆતો કરી હતી. જોકે અત્યાર સુધી તેમની રજૂઆતોનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. તો કાર્યકારી રાજ્ય મંડળે અનેક કારણોસર કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આ બાબતનો જામનગર જિલ્લા ગ્રામ પંચાયત ઓપરેટર સાહસિક મંડળના જિલ્લા પ્રમુખ અનિલ જોટાગિયાએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે.

જામનગર જિલ્લા VCE મંડળ પોતાની માગને લઈને મેદાને, 1 ઓક્ટોબરથી કામ બંધ કરવાની ચીમકી

VCE દ્વારા કામગીરીનો બહિષ્કાર કરવાના કારણોઃ-

  • હાલમાં કોરોનાને કારણે વીસીઈ દ્વારા ખેડુતોના ધસારાના કારણે મગફળી રજિસ્ટ્રેશન અને 3700 કરોડ સહાય પેકેજની એન્ટ્રી કરતા વીસીઈ કોરોનાગ્રસ્ત થવાની સંભાવના છે .
  • અગાઉ પીએમ કિસાન, કૃષિ સહાય, 2 વર્ષથી જન્મ-મરણ વગેરેની એન્ટ્રી કરેલી હોવા છતાં હજી સુધી કોઈ ચૂકવણી કરવામાં આવી નથી.
  • છેલ્લા 14 વર્ષથી કમિશન પર કામ કરતાં હોય કમિશન વધવાને બદલે ઘટ્યું છે. હાલના મોંઘવારીના સમયમાં કમિશન પર કામ કરવું પોસાય તેમ ન હોવાથી અને પગાર આપવામાં આવતો ન હોવાથી વીસીઈની હાલત દયનીય બની છે .

    VCE દ્વારા કરવામાં આવેલી માંગણીઓઃ-

    વીમા કવચનો લાભ
    મિશન પ્રથા બંધ કરી પગાર-ધોરણ નક્કી કરવું
    અગાઉનું પીએમ કિસાન, કૃષિ સહાય, જન્મ-મરણની એન્ટ્રીની ચૂકણી તાત્કાલિક કરવામાં આવે

    આ અગાઉ પણ તારીખ 24 સપ્ટેમ્બર 2020ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને તેમ જ વિકાસ કમિશનરને આ બાબતે VCE રાજ્ય મંડળે પત્ર લખીને જાણ કરી હતી.

આમ, સરકાર દ્વારા આ માગણીઓનું નિરાકરણ 30 સપ્ટેમ્બર સુધી નહીં લાવવામાં આવે તો 1 ઓક્ટોબરથી તમામ જિલ્લાની ગ્રામ પંચાયતમાં VCE દ્વારા મોડેમ બંધ તેમ જ VCE દ્વારા થતી તમામ કામગીરી બંધ કરી કામથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાર્યકારી મંડળ થતા તમામ જિલ્લા મંડળના નિર્ણયથી ગ્રામજનો તેમ જ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. તે માટે માત્રને માત્ર સરકાર અને ઈ-ગ્રામ સોસાયટી જવાબદાર રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.

ABOUT THE AUTHOR

...view details