જામનગરની જી.જી. હોસ્પિટલમાં ડૉક્ટરના મૃત્યુ પર ડીનનું નિવેદન, બ્રેઈન હેમરેજથી થયું મોત
જામનગર: જી.જી. હોસ્પિટલમાં રેસીડન્ટ તબીબનું મોત નિપજતા જી.જી. હોસ્પિટલના ડીન નંદિની દેસાઈ સહિતના ડોકટરો ઇમરજન્સી વોર્ડ ખાતે દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મદ્રાસના ડૉક્ટર દિનેશ, રેસીડન્ટ ડોક્ટર તરીકે છેલ્લા વર્ષમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હોય અને પ્રેક્ટિસ ચાલુ હોય દરમિયાન ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે મેડિકલ કેમ્પસમાં તેઓના નિવાસ્થાનેથી બેભાન હાલતમાં મળી આવતા અને જાણ થતા તેઓને જી.જી. હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાનમાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું, પ્રથમ દ્રષ્ટિએ તેઓનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું લાગ્યું હતું. બીજી બાજુ આ બનાવની જાણ થતા ડીન નંદનીબેન દેસાઈ સહિતના ડોકટરો ઇમરજન્સી વોર્ડમાં દોડી ગયા હતા અને બાદમાં ડીન દ્વારા તેઓનું બ્રેઈન હેમરેજના કારણે મોત નિપજ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું.