ગુજરાત

gujarat

ETV Bharat / state

ધ્રોલ નગરપાલિકા દ્વારા વિકાસની વણથંભી વણઝાર: રૂપિયા 5.50 કરોડના નવા કામના ખાતમુહૂર્ત - Development works by Dhrol Municipality

કોરોના મહામારી વચ્ચે પણ રાજ્યમાં અનેક શહેરોમાંં વિકાસના કામો આગળ વધી રહ્યા છે, ત્યારે ધ્રોલ નગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં જરૂરી લોક ઉપયોગી વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. જેમાં ઘણા નવા કામોનું ખાત મુહુર્ત કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

DHROL NEWS
DHROL NEWS

By

Published : Sep 28, 2020, 3:06 PM IST

ધ્રોલ: નગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં જરૂરી વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. જેમાં રૂપિયા 5.50 કરોડના નવા કામો કરવામાં આવશે. ધ્રોલ ગજાનંદ સોસાયટીનો 25 લાખના ખર્ચે પુલ બનાવવામાં આવશે. બૂમતરીયાની વાડી તરફ જવાના રસ્તાનો પુલ 8.80 લાખના ખર્ચે બનાવવામાં આવશે. પ્રગટેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલા લતીપર રોડને રૂપિયા 9.9 લાખના ખર્ચે બનાવવામાં આવશે. આવા અનેક લોક ઉપયોગી વિકાસના કામોનું ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતુ.

વિકાસના કામો

આ તકે ધ્રોલ નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમાર, ઈરફાનભાઇ, કલ્પેશ હડીયલ, વિરોધ પક્ષના નેતા સહિત નગરપાલિકા કોર્પોરેટરો તેમજ ધ્રોલ શહેરના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. હવે જોવું રહ્યું કે કરવામાં આવેલા નવા કામો સારી ગુણવત્તામા વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય છે કે નહીં.

ABOUT THE AUTHOR

...view details