જામનગરમાં આજે વહેલી સવારે સાયકલિંગ ક્લબ દ્વારા સુમર ક્લબ પાસેથી સાયકલ યાત્રાનો આરંભ કરાયો હતો. સાયકલિંગ ક્લબ દ્વારા શહેરના યુવાનોમાં સાયકલિંગથી હેલ્થ સારી રહે, ઈંધણનું બચત થાય છે અને પર્યાવરણની જાળવણી અંગે જાગૃતતા આવે તે શુભ હેતુસર સાયકલ યાત્રાની શરૂઆત કરાઈ હતી.
જામનગરમાં સાયકલિંગ ક્લબ દ્વારા 100 કિ.મી.ની સાયકલ યાત્રા યોજાઈ
જામનગરઃ શહેરમાં સાયકલિંગ ક્લબ દ્વારા આજે વહેલી સવારે યુવા પેઢીમાં સાયકલિંગ હેલ્થ અને પર્યાવરણની જાળવણી અંગે જાગૃતતા લાવવા માટે 100 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
cycling journey
આ સાયકલ યાત્રા 100 કિલોમીટરની હતી જે સુમેર ક્લબથી શરૂ કરી લયારા સુધી અને ત્યાંથી પરત જામનગર સુધીનું પરત આવવાની હતી. આ સાયકલ યાત્રામાં 64 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જેમાં 56 પુરુષો અને 8 મહિલા હતા.