ક્રિકેટ જગતમાં "સર" ઉપનામથી જાણીતાં સ્ટાર ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરાયું છે. જેને લઈ જામનગરમાં એક ખાનગી કાર્યક્રમમાં હાજર રહેલાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ખુશી કરી હતી. તેમણએ જણાવ્યું હતું કે, "આપણે સૌ ગુજરાતીઓ એ ગૌરવ લેવા જેવી બાબત છે કે, ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયું છે. હું તેમને હદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું."
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અર્જુન એવોર્ડ માટે નોમિનેટ, પત્ની સહિત મુખ્યપ્રધાને પણ પાઠવી શુભેચ્છા - રવિન્દ્ર જાડેજા
જામનગરઃ ગુજરાતી ક્રિકેટર અને જામનગરના પનોતા પુત્ર રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરાયું છે. ત્યારે જાડેજાની પત્ની રીવા બા જાડેજા અને મુખ્યપ્રધાન રૂપાણીએ જાડેજાની સિદ્ધી લઈ ખુશી વ્યક્ત કરી હતી.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અર્જુન એવોર્ડ માટે નોમિનેટ, પત્ની અને મુખ્યપ્રધાને પાઠવી શુભેચ્છા
આમ, ગુજરાતના ગૌરવ એવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની અર્જુન એવોર્ડ માટે પસંદગી થતાં જાડેજાની પત્ની રીવા , અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સહિત અનેક નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
Last Updated : Aug 18, 2019, 2:49 PM IST