જામનગર મહાનગર પાલિકા દ્વારા ફાયર ઓફિસર કમ ડ્રાઇવરની હંગામી જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત આપવામાં આવી હતી. જેને પગલે અરજદારો ભરતી પ્રક્રિયામાં જોડાવા આવ્યા હતા. ફાયરમેનની આ 16 જગ્યાઓ માટે આવેલા અરજદારો પાસે હેવી લાઇસન્સ માટેની માગ કરવામાં આવી હતી. જે ન હોવાના પગલે અરજદારોને ભરતીની પ્રક્રિયામાં સામેલ થવા દેવામાં આવ્યા ન હોતા. જેને પગલે અરજદારોએ હોબાળો મચાવ્યો હતો.
મહત્વનું છે કે, સમગ્ર ભરતી પ્રક્રિયા જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં 80 જેટલા યુવાનોએ ભરતીની પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. એક બાજુ જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી માટેના નિયમો બનાવ્યા છે તે હાસ્યાસ્પદ છે. કારણ કે, હેવી લાયસન્સ 18 વર્ષની ઉંમરે નહી પણ 22 વર્ષની ઉંમરે નિકળે છે. તો જાહેરાતમાં પણ 18 થી 25 વર્ષની વય મર્યાદા વાળાને આ ભરતીમાં સામેલ થવા માટેની જાહેરાત આપવામાં આવી હતી.