જામનગરઃ શહેરમાં વધતાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. લાલબગલાં સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા થાળી વગાડીને કાર્યકર્તાઓએ નોંધાવ્યો હતો. જેના પગલે પોલીસે તેમની અટકાયત કરી હતી. જેમાં વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી સહિતના કોંગી આગેવાનોની અટકાયત કરાઈ હતી.
પેટ્રોલ ડીઝલના વધતાં ભાવ સામે જામનગરમાં કોંગ્રેસે કર્યો વિરોધ - જામનગર
જામનગરમાં લાલબગલાં સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા થાળી વગાડી પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ કરાયો હતો. જેના પગલે પોલીસે તેમની અટકાયત કરી હતી.
જામનગર
ઉલ્લેખનીય છે કે, અનલોક થયા બાદ છેલ્લા આઠ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂપિયા 7નો વધારો થયો છે. એક બાજુ લોકડાઉનના કારણે લોકો પાસે કામ ધંધા નથી અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે.