ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે શહિદ ભગતસિંહને પુષ્પાંજલિ આપીને જન્મદિવસની ઉજવણી કરી

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાનો જન્મદિવસ સાદગીપૂર્ણ રીતે ઉજવ્યો છે, જામનગરમાં હવાઈ ચોક ખાતે આવેલા ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને વિક્રમ માડમે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

વિક્રમ માડમ
વિક્રમ માડમ

By

Published : Mar 23, 2021, 6:08 PM IST

Updated : Mar 23, 2021, 7:15 PM IST

  • કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે શહિદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પી કરી જન્મદિવસની ઉજવણી
  • કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે સાદગીપૂર્ણ રીતે કરી જન્મદિવસની ઉજવણી
  • જામનગરમાં હવાઈ ચોક ખાતે ભગતસિંહની પ્રતિમાને વિક્રમ માડમે આર્પી પુષ્પાંજલિ

જામનગર : શહેરમાં આવેલા હવાઇ ચોક ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ આપવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિક્રમ માડમે ભગતસિંહને પુષ્પાંજલિ આપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો -આજનો ઇતિહાસ: 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને ફાંસી અપાઈ

વિક્રમ માડમ વિવિધ સામાજિક કાર્યો કરીને ઉજવે છે જન્મદિવસ

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ પોતાના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વિવિધ સામાજિક કાર્યો પણ કરતા હોય છે. જો કે, આ વર્ષે કોરોનાની મહામારી હોવાના કારણે તેમને બ્લડ ડોનેશન કેમ્પ મુલતવી રાખ્યો છે અને શહીદ વીર ભગતસિંહ પુષ્પાંજલિ અર્પી પોતાના જન્મદિવસની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી છે.

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે શહિદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પી જન્મદિવસની ઉજવણી

આ પણ વાંચો -ભગતસિંહની સ્મૃતિમાં કાર્યક્રમની મંજૂરી માટે પાકની કોર્ટમાં અરજી દાખલ

હવાઈ ચોક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

23મી માર્ચના દિવસે ભગતસિંહ, ખુદીરામ બોઝ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતા. મંગળવારના રોજ સમગ્ર દેશમાં આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો -શૌર્યગાથા: ફિરોઝશાહ કોટલા કિલ્લામાં બેઠકથી લઈને બોમ્બ ફેંકવા સુધીની કહાની

દેશના ઇતિહાસમાં 23 માર્ચે નોંધાયેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1351: મોહમ્મદ તુગલકનો ભત્રીજો ફિરોઝ શાહ તુગલક ત્રીજાએ ગાદી સંભાળી
  • 1757: ક્લાઇવએ ફ્રાંસના આધિપત્યથી ચંદ્રનગર છીનવ્યું.
  • 1880: ભારતીય સ્વતંત્રતા કાર્યકર બસંતી દેવીનો જન્મ.
  • 1910: સ્વાતંત્ર્ય સેનાની, ગંભીર વિચારક અને સમાજવાદી રાજકારણી ડો.રામ મનોહર લોહિયાનો જન્મ.
  • 1931: બ્રિટિશરોએ ભારતીય સ્વતંત્રતા ચળવળના ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપી.
  • 1940: મુસ્લિમ લીગે પાકિસ્તાનના પ્રસ્તાવને મંજૂરી આપી.
  • 1956: પાકિસ્તાન વિશ્વનો પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક દેશ બન્યો.
  • 1986: દુર્ગાપુર શિબિરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની પ્રથમ મહિલા કંપનીની રચના કરવામાં આવી.
  • 1996: પ્રથમ સીધી રાષ્ટ્રપતિની ચૂંટણી તાઈવાનમાં થઈ, જેમાં લિ ટેંગ હુઇ રાષ્ટ્રપતિ બન્યા.
  • 2020: કોરોના વાયરસના 433 કેસ થયા, મહારાષ્ટ્ર, પંજાબમાં કર્ફ્યુ, ભારતના મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉન.

આ પણ વાંચો -આજે 23 માર્ચ શહીદ દિવસે ભાજપ દ્વારા વીર શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

23 માર્ચના રોજ પાકિસ્તાન વિશ્વનું પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક બન્યું

દેશ અને વિશ્વના ઇતિહાસમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ 23 માર્ચના રોજ નોંધાયેલી છે. પરંતુ, ભગતસિંહ અને તેના સાથીઓ રાજગુરુ અને સુખદેવને ફાંસી એ ભારતના ઇતિહાસમાં નોંધાયેલા આ દિવસની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ઘટનાઓ છે. 1931માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન, ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 23 માર્ચે જ ફાંસી આપવામાં આવી હતી. આંતરાષ્ટ્રીય સ્તરે 1956માં, 23 માર્ચે પાકિસ્તાન વિશ્વનું પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક બન્યું હતું.

Last Updated : Mar 23, 2021, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details