ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં સ્વચ્છ સર્વેક્ષણમાં ઉત્તમ દેખાવ કરનારાનું સન્માન

જામનગરઃ જિલ્લામાં ટાઉનહોલ ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ લીગ 2020ના પ્રથમ કવાર્ટરના ભાગ રૂપે શહેરની હોટલ, હોસ્પિટલ, સ્કૂલ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, રેસિડેન્ટ વેલ્ફેર એસો.ગાર્ડન રોડ, શ્રેષ્ઠ સફાઈ કર્મચારી,આઇઇસી પ્રવૃતિ સહિતના સ્વચ્છતાની સ્પર્ધા કરવામાં આવી હતી.

જામનગરમાં સ્વચ્છ સર્વેક્ષણમાં ઉમદા દેખાવ કરનારનું કરાયું સન્માન

By

Published : Jul 1, 2019, 9:20 AM IST

જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એકમોને નંબર આપવામાં આવ્યા હતા અને આ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર એકમોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સફાઈના અલગ અલગ માપદંડોને આધારે દરેક એકમોને સ્વચ્છતાના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા છે અને પ્રમાણપત્ર તથા શીલ્ડ આપી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી , ડેપ્યુટી મેયર કરસનભાઈ કરમુર,દંડક ઝડીબેન સરવૈયા અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ABOUT THE AUTHOR

...view details