જામનગરના લાલપુર હાઈવે પર ચેલા ગામવાસીઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. PGVCL દ્વારા કામગીરી ન થતા છ માસથી વીજ પૂરવઠો ન મળતા લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને અડધો કલાક સુધી રસ્તા પર ચક્કાજામ કર્યા બાદ તંત્ર દ્વારા પગલા લેવાની ખાતરી અપાતા રસ્તો ખુલ્લો થયો હતો.
જામનગરના ચેલા ગામજનોને વીજ પુરવઠો પૂરતો ન મળતા રસ્તા રોકી કર્યો ચક્કાજામ
જામનગર: વીજ પૂરવઠો પૂરતો ન મળતા ગ્રામ્ય વિસ્તારની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી. ખાસ કરીને વરસાદની સિઝનમાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ન મળતા ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
etv bharat jamnagar
જામનગર શહેરમાં અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો પૂરતો ન મળવાના કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. બીજી બાજુ જોઇએ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને પૂરતી વીજળી ન મળવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ પણ કચેરી ખાતે અવારનવાર લોકોના ટોળાના વિરોધ પ્રદર્શન બાદ પણ તંત્ર તરફથી કોઇ પગલા લેવામાં આવેલ નથી.