ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સંસ્થા ઓ દ્વારા વિના મૂલ્યે કાપડની થેળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.લોકો પણ કાપડની થેલીઓ લઈ જતા જોવા મળ્યા છે અને સ્વચ્છતા ઝુંબેશમાં સહયોગ આપવાની પહેલ પણ કરવામાં આવી હતી.
જામનગરમાં ગાંધીજયંતિ નિમિત્તે કાપડની થેલીઓનું વિતરણ
જામનગર: જિલ્લામાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં ચાંદી બજાર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને રાજકીય પક્ષના હોદ્દેદારો અને સામાજિક કાર્યકરો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા જન્મ જ્યંતી નિમિતે ફૂલહાર કરવામાં આવ્યા હતા.
જામનગરમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કાપડની થેલીઓનું વિતરણ કરાયું
દેશમાં સ્વચ્છ ભારતની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે વડાપ્રદાન મોદીએ પણ લોકોને સ્વચ્છ ભારતનો સંદેશો આપ્યો હતો. પ્લાસ્ટિકના કારણે જીવજંતુ સહિતને ગંભીર અસર થઈ રહી છે તેથી લોકો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ખરતા બંધ થાય અને કાપડની થેલીઓનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી હતી.