ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર: INS વાલસૂરામાં બીટિંગ ધ રિટ્રીટ અને પરેડ યોજાઈ, જવાનોએ રજૂ કર્યા અદ્ભુત કરતબો

જામનગર જિલ્લાના વાલસૂરા INSમાં નેવી ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. દર વર્ષે નેવીના જવાનો અંગ કસરત અને બીટિંગ ઘ રિટ્રીટ પરેડ જેવા અદ્ભુત કાર્યક્રમ યોજોતો હોઇ છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે મોટા ભાગના કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે.

જામનગર: INS વાલસૂરામાં બીટિંગ ધ રિટ્રીટ અને પરેડ યોજાઈ, જવાનોએ રજૂ કર્યા અદ્ભુત કરતબો
જામનગર: INS વાલસૂરામાં બીટિંગ ધ રિટ્રીટ અને પરેડ યોજાઈ, જવાનોએ રજૂ કર્યા અદ્ભુત કરતબો

By

Published : Dec 6, 2020, 8:42 AM IST

• નેવી ડેની ભવ્ય ઉજવણી
• INS વાલસૂરામાં યોજાઈ ભવ્ય પરેડ
• નૌસેના મથક દ્વારા 1971ના યુદ્ધની સફળતાની યાદમાં ઉજવાઇ છે નેવી ડે
• કોરોનાની મહામારીમાં કોવિડ ગાઈડલાઈનનું કરાયું પાલન

જામનગર: જામનગર જિલ્લાના વાલસૂરા INSમાં નેવી ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. દર વર્ષે નેવીના જવાનો અંગ કસરત અને બીટિંગ ઘ રિટ્રીટ પરેડ જેવા અદ્ભુત કાર્યક્રમ યોજોતો હોઇ છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે મોટા ભાગના કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે.

જામનગર: INS વાલસૂરામાં બીટિંગ ધ રિટ્રીટ અને પરેડ યોજાઈ, જવાનોએ રજૂ કર્યા અદ્ભુત કરતબો

1971ના યુદ્ધની સફળતાની યાદમાં નેવી-ડેની ઉજવણી

નૌસેના મથક દ્વારા 1971ના યુદ્ધની સફળતાની યાદમાં નેવી-ડે ઉજવવામાં આવે છે. વાલસુરાના પરેડ ગ્રાઉન્ડ ખાતે રંગારંગ ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં કમાન્ડિંગ ઓફિસર સહિતના નેવીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. 4 ડિસેમ્બરને નેવી-ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય નૌસેનાએ 1971ની લડાઇમાં 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી દ્વારકા નજીકના ઓખા બંદરેથી અરબી સમુદ્રમાં નૌસેનાની લડાઇ સ્ટીમરોમાંથી કરાચીના હાર્બર બંદર પર ભારે ટોપ મારો કરી બંદરને નેસ્તનાબુદ કરી નાખ્યું હતું.

4 ડિસેમ્બરના રોજ દેશના નૌસેના મથકો પર નેવી-ડે ની ઉજવણી

ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં ખેલાયેલા આ યુદ્ધમાં પાકિસ્તાને ધોબી પછડાટ ખાવાનો વારો આવ્યો હતો. પ્રતિવર્ષ 4 ડિસેમ્બરના રોજ દેશના નૌસેના મથકો પર નેવી-ડે ની ઉજવણી કરાઇ છે. 4 ડિસેમ્બરના સાંજેv જાંબાઝ જવાનો અને નૌસેનાના ઉચ્ચ અધિકારીઓની એક ટુકડી ઓપરેશન ટ્રાઇડેન્ટ હેઠળ ઓપરેશન પાઇથનની આગેવાનીમાં સાંજે મિસાઇલ બોટોના કાફલા સાથે પાકિસ્તાનના કરાચી તરફ રવાના થયો હતો અને મોડી રાત્રે કરાચી બંદર નજીક પહોંચી બંદર ઉપર તો પમારો ચલાવ્યો હતો. રાત્રીના અંધારામાં પાકિસ્તાનના સૈનિકોને અંધારામાં રાખી સબળ વ્યુરચના દ્વારા કરાયેલા આ હુમલામાં નૌસેનાએ પાકિસ્તાન નેવીના એક માઇન્ડસ્વીપર, એક કાર્ગ્રો શીપ, બે ડિસ્ટ્રોયર અને ઇંધણના ટાંકાઓને નેસ્ત નાબુદ કરી નાખ્યા હતા. એકાએક બનેલી આ ઘટનાથી હૈબતાઇ ગયેલા પાકિસ્તાની સૈનિકો વળતો જવાબ આપે તે પૂર્વે ભારતીય સૈના ઓપરેશન સફળ રીતે પૂર્ણ કરી પરત ફરી ગયુ હતું.

જામનગર: INS વાલસૂરામાં બીટિંગ ધ રિટ્રીટ અને પરેડ યોજાઈ, જવાનોએ રજૂ કર્યા અદ્ભુત કરતબો

જામનગર ખાતે નૌસેનાના જવાનો રોમાંચક કરતબો

પાકિસ્તાનના કરાચી બંદરને નેસ્તનાબુદ કરી ભારતીય નૌસેનાએ પાકિસ્તાન સામેના યુદ્ધમાં સફળ કામગીરી કરી મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દિવસની યાદમાં પ્રતિ વર્ષ નેવી-ડે ઉજવવામાં આવે છે. જામનગરમાં પણ INS વાલસુરા ખાતે પરેડ ગ્રાઉન્ડ ખાતે નૌસેનાના જવાનો રોમાંચક કરતબો અને નેવીબેન્ડની સુરાવલીઓ વચ્ચે રાયફલ ડિસપ્લે, ફલેગ અનાવરણ તેમજ સી.ઓ. દ્વારા તલવાર વડે કેક કટીંગ જેવા કાર્યક્રમ યોજાયો હતો. કોરોનાના કારણે પ્રતિવર્ષ યોજાતા કાર્યક્રમો પૈકી ઘણા ખરા કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. તેમ જ સરકારી કોવિડ ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન થાય તે અંગે પણ સાવચેતી રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details