અત્યારના સમયમાં લોકો એલોપેથિક દવાઓનોઉપયોગ દિનપ્રતિદિન ઓછોકરતા જાય છે. હઠીલા દર્દો તથા બદલાતી જતી લાઈફ સ્ટાઇલના કારણેબ્લડપ્રેશર, ડાયાબિટીસ પેરાલીસીસ તથા અન્ય રોગોમાં વધારો જોવા મળ્યો છે. આ કારણથી લોકો હવે આયુર્વેદ તરફ વળ્યા છે. આયુર્વેદિક, નૈસર્ગિક તથા યોગિક સારવાર દ્વારા કોઈપણ પ્રકારની આડઅસર ન થતી હોવાથીલોકો લાંબો સમય સુધી આ પ્રકારની સારવાર મેળવી તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવતા થયા છે. ભારત સરકાર દ્વારા આયુષ મંત્રાલય નામનો વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે.
જામનગરમાં આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ સ્વાસ્થ્ય મેળાનું આયોજન
જામનગરઃ ભારત સરકારના આયુષ મંત્રાલય અને જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે બે દિવસીય આયુર્વેદિક સ્વાથ્ય મેળાનુ્ં આયોજન ધન્વનતરી મેદાન ખાતે કરવામાં આવ્યુ હતું.
આયુષ મંત્રાલય તથા જામનગરની ગુલાબકુવંરબા આયુર્વેદિક યુનિવર્સિટી આઈ. પી. જી. ટી. એન્ડ આર.એ તથા તેના 12 જેટલા અલગ-અલગ વિભાગો, મહર્ષિ પતંજલિ યોગ ઇન્સ્ટિટયૂટ તથા આયુર્વેદિક ફાર્મસીના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદીય સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્વાસ્થ્ય મેળાની લગભગ 15 હજાર જેટલા લોકોએ મુલાકાત લીધી હતી.
સ્વાસ્થ્ય મેળામાં આયુર્વેદના તમામ વિભાગના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિ:શુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું. તેમજ 7 દિવસ સુધીની નિ:શુલ્ક દવા પણ આપવામાં હતી. આ કેમ્પનો આશરે 3 હજારથી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ આયુર્વેદીય સ્વાસ્થ્ય મેળામાં લોકોએ તંદુરસ્ત કેવી રીતે રહેવું તે બાબતે પણ તજજ્ઞો દ્વારા તેમનું પ્રકૃતિ પરીક્ષણ કરી માર્ગદર્શન મેળવ્યુંહતું. આયુર્વેદના બોટનિકલ ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ પ્રકારના 6500થી પણ વધુ રોપાઓ લોકોને નિ:શુલ્ક આપવામાં આવ્યા હતાં.