જામનગરના બેરાજા ગામે રહેતા અને પોતાની મોબાઇલની દુકાનમાં કામ કરી રહેલા વેપારી પર બિલાલ બસીરે હુમલો કર્યો હતો. વેપારીએ જ્યારે મોબાઈલના બાકીના પૈસાની માગણી કરી ત્યારે આરોપીએ રોષમાં આવીને છરી વડે હુમલો કર્યો હતો.
કાલાવાડના બેરાજામાં વેપારીની હત્યાના પ્રયાસમાં કોર્ટે આરોપીને 5 વર્ષની સજા ફટકારી - Gujarat
જામનગર: કાલાવડના બેરાજા ગામે વેપારીની હત્યા કેસમાં જામનગરની અદાલતે આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી છે. વેપારી આરોપી પાસે મોબાઈલના બાકીના પૈસાની માગ કરતા આરોપીએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ આ ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
વેપારીની હત્યાના પ્રયાસમાં કોર્ટે આરોપીને 5 વર્ષની સજા ફટકારી
વેપારીએ રૂપિયા 500ની માગણી કરતાં ઉશ્કેરાયેલા આરોપીએ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ આ ઘટનાની જાણ થતા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. બાદમાં કોર્ટમાં કેસ ચાલતા કોર્ટે આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી હતા.