જામનગર LCB પોલીસે તાજીયા ગેંગના નામચીન શખ્સને દબોચ્યો - LCB POLICE
જામનગર: LCB પોલીસે તાજીયા ગેંગના નામચીન સાગરીતની અટકાયત કરી છે. પોલીસ સકંજામાં સપડાયેલા આ શખ્સની લૂંટ, હત્યાનો પ્રયાસ સહિતના ડઝનથી વધુ ગંભીર ગુનામાં સંડોવણી સામે આવી છે.
શહેરમાં LCB પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી જેના પગલે LCB ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે યાકુબ હુસેન સનધાર નામનો શખ્સને મહારાજા સોસાયટી વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.
આ નામચીન શખ્સ સામે જામનગરમાં હરીયા કોલેજ રોડ પર એક આસામી પર જીવલેણ હુમલો ઉપરાંત દરેડમાં કારખાનાના માલિકને ધમકી, ખેતીની જમીન પચાવી પાડવાનો અને દરબારગઢ વિસ્તારમાં એક હોટલ માલિક પર હુમલાના ગુના નોંધાયા હતા ત્યારે લગભગ દસેક વર્ષ પૂર્વે અમરેલીના એક હીરાના ધંધાર્થીને લુંટી ત્યારબાદ તેના પૈસાથી ભાગબટાઈમાં એક શખ્સની હત્યા, મોરબીની આંગળીયા લુટ, નવાગામમાં હત્યાનો પ્રયાસ, જેલમાં કેદીઓ સાથે મારામારી, બ્રાસપાર્ટના વેપારી પર ઘાતક હુમલો અને બે વર્ષ પૂર્વેનાં ફાયરિંગ પ્રકારની પોલીસ તપાસમાં તેની સંડોવણી સામે આવી હતી.આ નામચીન શખ્સને પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપી પાડ્યો છે.