ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આવી રહેશે વ્યવસ્થા - મતદાન પ્રક્રિયા

જામનગર તાલુકા અને જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2021 તથા સિકકા નગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે યોજાનાર મતદાન તથા મતગણતરી અંગેની વહીવટીતંત્ર દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં કુલ 705 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે. મતદાન મથક ખાતે કોવિડ19 પ્રોટોકોલ્સ પ્રમાણેની આરોગ્યને લગતી તમામ સાવચેતીઓ માટે હેન્ડ ગ્લોઉસ, સેનેટાઇઝર, માસ્ક, થર્મલ ગન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

જામનગર જિલ્લા પચાયત અને તાલુકા પચાયતની ચૂંટણીમાં આવી રહેશે વ્યવસ્થા
જામનગર જિલ્લા પચાયત અને તાલુકા પચાયતની ચૂંટણીમાં આવી રહેશે વ્યવસ્થા

By

Published : Feb 27, 2021, 5:27 PM IST

Updated : Feb 27, 2021, 6:57 PM IST

  • જામનગર જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીઓની વ્યવસ્થા ગોઠવાઈ
  • કુલ 705 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે
  • 205 મતદાન મથક સંવેદનશીલ જાહેર કરાયાં

જામનગરઃ જામનગર તાલુકા અને જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી તથા સિકકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અન્વયે યોજાનાર મતદાન તથા મતગણતરી અંગે વહીવટીતંત્ર દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે.
મતદાનના દિવસ માટે જિલ્લા અને તાલુકા પંચાયત તથા સિકકા નગરપાલિકાનું મતદાન તારીખ 28 ફેબ્રુઆરીએ થશે. મતદાનનો સમયગાળો સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી છે. જિલ્લા તાલુકા પંચાયતમાં કુલ 705 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે.

પ્રક્રિયામાં જામનગર જિલ્લાના તાલુકાના કુલ 355 કર્મચારીઓ ફરજ સોંપાઈ

મતદાન પ્રક્રિયામાં કુલ કર્મચારીઓ ફરજ બજાવશે,જયારે 216 કર્મચારીઓ રીઝર્વ રાખવામાં આવેલ છે. કુલ 705 મતદાન મથક પૈકી 205 સંવેદનશીલ મતદાન મથકે જયારે મતદાન મથકો - સિકકા નગરપાલિકાની ચૂંટણી કુલ 23 મતદાન મથકો ઉપર યોજાનાર છે. જે તમામ મતદાન મથક અતિસંવેદનશીલ છે. સિકકા નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 115 કર્મચારીઓને મતદાન મથક પર ફરજ સોંપવામાં આવેલ છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોને ધ્યાને લઈને કુલ 752 પોલીસ કર્મચારીઓ તેમજ 1135 હોમગાર્ડ/ગ્રામ રક્ષકદળના કર્મચારીઓ ફરજ પર તૈનાત હશે. જિલ્લા તાલુકા પંચાયતના કુલ 705 મતદાન મથકો તથા સિકકા નગરપાલિકાના કુલ 23 મતદાન મથકો માટે કુલ95 ઝોનલ રૂટ તૈયાર કરવામાં આવ્યાં છે. આ રૂટ ઉપર કુલ95 ઝોનલ ઓફિસરોને ફરજ સોંપવામાં આવેલ છે. ઝોનલ ઓફિસર પોતાના રૂટમાં આવતા તમામ મતદાન મથકો ઉપર મતદાનના આગળના દિવસ તેમજ મતદાનના દિવસે સતત મુલાકાત લઈ સુચારૂ મતદાન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દેખરેખ રાખશે.

  • કોવિડ19ને લઇ ગોઠવાઈ વ્યવસ્થા

મતદાન મથક ખાતે કોવિડ19ના પ્રોટોકોલ્સ પ્રમાણેની આરોગ્યને લગતી તમામ સાવચેતીઓ માટે હેન્ડ ગ્લોઉસ, સેનેટાઇઝર, માસ્ક, થર્મલ ગન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ સીલબંધ ઈવીએમ મશીનોને જે તે તાલુકાના નિયત કરેલ સ્ટ્રોગરૂમ ખાતે સંગ્રહ કરવામાં આવશે.

  • મતગણતરી માટે 1080 કર્મચારીઓને ફરજ સોંપાઈ

    તાલુકા જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી તથા સિકકા નગરપાલિકા સામાન્ય ચૂંટણીની મતગણતરી 2 માર્ચના રોજ 9 કલાકૅ શરૂ કરવામાં આવશે. આ મતગણતરી જામનગર (ગ્રામ્ય) તાલુકાની જિલ્લા તેમજ તાલુકા પંચાયતની સીટ માટે ઓશવાળ સેન્ટર સાત રસ્તા પાસે, જામનગર તથા અન્ય તાલુકાની સંબંધિત તાલુકા કક્ષાએ નિયત કરેલ મતગણતરી કેન્દ્ર ખાતે કરવામાં આવશે. આ મતગણતરીમાં કુલ 1080 કર્મચારીઓને ફરજ સોંપવામાં આવેલી છે. તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પુરતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યારે સિકકા નગરપાલિકાની મતગણતરી ડી.સી.સી. ટેકનીકલ હાઈસ્કૂલ સિકકા ખાતે મતગણતરી યોજાનાર છે.
Last Updated : Feb 27, 2021, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details