આ કિશોરી મેળામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાઓ દ્વારા સુરક્ષા અને મહિલા કલ્યાણ સંબંધી યોજનાઓ જેવી કે, ૧૮૧ મહિલા હેલ્પલાઇન, વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, વ્હાલી દિકરી યોજના, ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮, નિરાધાર વિધવા સહાય તેમજ અંગત સ્વચ્છતા અંગે ગુ. સા. મહેતા કન્યા વિદ્યાલયની અંદાજે ૭૫૦ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનાં અનુસંધાને વિદ્યાર્થીનીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો, બાળ લગ્ન, ઘરેલું હિંસા, જાતિય સતામણી જેવા વિષયો પર ચિત્રોના માધ્યમથી તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
“બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતર્ગત કિશોરી મેળાનું આયોજન
જામનગર: સરકારની “બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગરની ગુ. સા. મહેતા કન્યા વિદ્યાલયમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધો. ૯-૧૦ માં પ્રથમ ક્રમે સુરેલા નિશા, દ્વિતિય ક્રમે સાતા દિયા અને તૃતિય ક્રમે ચુડાસમા સલોની તથા ધો. ૧૧-૧૨ માં પ્રથમ ક્રમે તાવોડવાળા ધારા, દ્વિતિય ક્રમે રાઠોડ કિંજલ અને તૃતિય ક્રમે જાડેજા દિવ્યાબાએ સિધ્ધિ મેળવી હતી. આ સાથે તેમને સન્માનિત કરવામાં પણ આવ્યા હતાં. તેમજ તમામ વિદ્યાર્થીનીઓને સેનીટેશન કીટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી, શાળાના આચાર્ય ભાવિશાબેન તન્ના, વન સ્ટોપ સેન્ટરના જીજ્ઞાબેન, વિવિધલક્ષી મહિલા કેન્દ્રના સરોજબેન, ચાઇલ્ડ લાઇનના ગીતાબેન જોષી, મહિલા શકિત કેન્દ્રના ડો. વંદનાબેન સોલંકી, મહિલા સહાયતા કેન્દ્રના દર્શનાબેન વારા, રુકસાદબેન, હેતલબેન વગેરે, તેમજ શાળાના શિક્ષકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.