- જામનગર પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
- સર્વેલન્સની એક્ટિવિટી વધુ સઘન કરવામાં આવશે
- સંજીવની રથનો વધુ ને વધુ ઉપયોગ કરવામાં આવશે
જામનગર: સમગ્ર રાજ્યમાં જે રીતે દિવાળીના તહેવારો બાદ કોરોના વાઇરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તે મુદ્દે જામનગર જિલ્લામાં કોરોના ગાઈડલાઇન્સ અંગે લોકોને જાગૃતિ આવે તેમજ સમગ્ર શહેરમાં કોરોના કેસની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા જામનગરના પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરના પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને કોવિડની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ ભીડભાડવાળા વિસ્તારમાં ફરતાં લોકો પર નજર રાખવામાં આવશે
પ્રભારી સચિવે બેઠકમાં જણાવ્યું હતું કે હાલમાં જે વિસ્તારમાંથી વધુ કેસ આવી રહ્યા છે તે વિસ્તારમાં સર્વેલન્સની એક્ટિવિટી વધુ સઘન કરવામાં આવશે અને સંજીવની રથની અસરકારક કામગીરીને પણ ઉપયોગમાં લેવામાં આવશે. કોરોના હોસ્પિટલોમાં તમામ દવાઓ, ટેસ્ટિંગ માટે પૂરતા પ્રમાણમાં સાધનો અને RTCR ટેસ્ટ કરવા માટેના સાધનો તેમજ બેડ સહિતની તમામ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે. શિયાળામાં લોકો વધુ સાવચેતી જાળવે અને સ્વચ્છતા રાખે તેવી પણ તેમણે અપીલ કરી હતી.
જામનગરના પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને કોવિડની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ