જામનગર: તહેવારોમાં મોટાપાયે લોકો મીઠાઈ તેમજ ફરસાણની ખરીદી કરતા હોય છે. ત્યારે ઘણા લેભાગુ તત્વો ભેળસેળયુક્ત ઘી બનાવી લોકોનું આરોગ્ય જોખમાય તેવી પ્રવૃત્તિ કરતાં હોય છે. જેને ધ્યાને લઈને SOG-ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી 260 લીટર ભેળસેળયુક્ત ઘી ઝડપી પાડ્યું હતું. ઘીના નમુના લઇ વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ લેબોરેટરી ખાતે તપાસ માટે મોકલી આપ્યા બાતમીના આધારે દરોડા: જામનગર પંથકમાં અનેક વખત ભેળસેળયુક્ત ઘી મળવાની ઘટનાઓ બની ચૂકી છે. એસઓજીને ખાનગી બાતમી મળતાં તેમણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખી શહેરના કાલાવડ નાકા પાસે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં કુલ ક્રીમ આઈસ્ક્રીમ નામના બોર્ડ મારેલ મકાનમાં હુશેનભાઇ હિન્દુસ્તાન ડેરીવાળા ભેળસેળયુક્ત ઘી બનાવતા હતા.
260 લીટર ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો બે આરોપી ઝડપાયા:દરોડા દરમિયાનભેળસેળયુક્ત 260 લીટર ઘી, વેજીટેબલ ઘીના 25 ડબ્બા, સોયાબીન તેલના 12 ડબ્બા મળી 1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ગેરકાયદે સોયાબિન તેલ તથા વેજીટેબલ ઘી મીક્ષ કરી ઘી બનાવતા બે આરોપી ઝડપાયા છે. SOGની ટીમે બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગેરકાયદે સોયાબિન તેલ તથા વેજીટેબલ ઘી મીક્ષ કરી ઘી 'ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક SOG પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા. જેમાં 52 હજારની કિંમતનું 260 લિટર ભેળસેળયુક્ત ઘી ઝડપી પાડવામાં આવ્યું છે. જો કે હજુ પણ અનેક જગ્યાએ નકલી ઘી બનતું હોય ત્યાં દરોડા પાડવામાં આવશે.'- ડી બી પરમાર, ફુડ ઈન્સ્પેક્ટર
- Adulterated Chilli: આરોગ્ય સાથે ચેડાં, બનાસકાંઠા GIDC ખાતેથી ભેળસેળયુક્ત મરચાનો આશરે 2100 કિલોગ્રામ જથ્થો જપ્ત
- Vadodara News : વડોદરામાં રોજ ચેકિંગ વગર અન્ય રાજ્યમાંથી 7 હજાર કિલો પનીર આવે છે, વિક્રેતાઓ સામે કાર્યવાહી