ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના ઇદગાહ ચોકમાં 14,000 લોકોએ ઇદની નમાઝ અદા કરી

જામનગરઃ ઇદના પવિત્ર તેહવારની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામગરના ઇદગાહ ચોક ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોઓ ઇદની નમાઝ અદા કરી દેશના વિકાસ માટેની દુઆ કરી હતી.

જામનગરના ઇદગાહ ચોકમાં 14 હજાર લોકોએ ઇદની નમાઝ અદા કરી

By

Published : Jun 5, 2019, 11:56 PM IST

જામનગરમાં ઈદગાહ ચોક ખાતે ઇદની નમાજ અદા કરવામાં આવી હતી. દેશ વિકાસ પંથે આગળ વધે તેવી દુઆ માંગીને સૌએ ઇદની ઉજવણી કરી હતી. ઈદ ગાહ ચોક ખાતે મુસ્લિમ બિરાદરોએ સવારની નમાઝમાં એકઠા થયા હતા. આશરે 14,000 જેટલા મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી. જેમાં jumma masjid ટ્રસ્ટના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન મુળું કડોરિયા ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના ઇદગાહ ચોકમાં 14 હજાર લોકોએ ઇદની નમાઝ અદા કરી


જામનગરમાં 49 રોડ પર દિગ્વિજય પ્લોટમાં ઈદગાહ ચોકમાં મુસ્લિમ બિરાદરો દર વર્ષે ઇદની નમાઝ અદા કરે છે. મહત્વનું છે કે, મુસ્લિમ બિરાદરોએ દેશનો વિકાસ થાય અને શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તેવી દુઆ કરી છે. ઇદ ગાહ ચોકમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા હોવાથી પોલીસ બંદોબસ્ત કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details