ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ડેન્ગ્યુના 112 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે - જામનગરમાં ડેન્ગ્યુ

જામનગરઃ જિલ્લા પંથકમાં રોગચાળાએ ભરડો લીધો છે. ડેન્ગ્યુ અને મલેરિયા તેમજ કોંગો ફીવરના દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યાનો આંકડો વધી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ત્રણ હજારથી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જેમાંથી 112 લોકોના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Sep 30, 2019, 5:02 PM IST

રોગચાળાને અટકાવવા જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ હરકતમાં આવી છે અને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને માહિતી પુસ્તિકા પણ આપવામાં આવી રહી છે. લોકો ગંદકીને અટકાવવા તેમજ ડેન્ગ્યુને નાથવામાં સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે
જામનગરમાં ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુનો ઉપદ્રવ વધુ છે. ડેન્ગ્યુ મચ્છર એ દિવસે કરડતું મચ્છર હોય છે. વરસાદી પાણીમાં આ મચ્છરનો ઉદ્ભવ થાય છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરમાં પણ કામગીરી કરવામાં આવી રહી છે તો સાથે-સાથે આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તમામ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details