જામનગરમાં આવેલા ગોકુલનગર વિસ્તારના કમસુનરા રોડ પર આવેલા ચારણ નેસ ખાતે ત્રણ શખ્સો દ્વારા એક યુવકની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મૃતક ચારણ યુવકને માથાના ભાગે તેમજ પગના ભાગે ઘા જીંકીને મોતને ઘાટ ઉતાર્યો છે. ૨૫ વર્ષિય ચારણ યુવકના પહેલા લગ્ન થયેલા તે યુવતી સાથે ફરી સંબંધ રાખતા મર્ડર થયાનું બહાર આવ્યું છે.
યુવતી સાથે આડા સંબંધની આશંકાએ યુવકની હત્યા કરાઇ
જામનગર: શહેરમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં કનસુમરા રોડ પર ચારણ નેસમાં ત્રણ શખ્સોએ એક ચારણ યુવકની હત્યા કરી છે. આડા સંબંધની આશંકાને પગલે હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.
તો આ મામલે લોકોએ ચારણ યુવકને માર માર્યો તે પણ તેમના સંબંધી હોવાનું બહાર આવ્યું છે. મોડી રાત્રે ઢોર માર માર્યા બાદ યુવકના દાદાને ફોન કરી સમગ્ર ઘટના વિશે ત્રણ સભ્યોને જાણ કરી હતી. બાદમાં ઘવાયેલા ગંભીર હાલતમાં યુવકને તેમના દાદાના ઘરે લઈ જવાયો હતો.
જો કે પ્રાથમિક સારવાર આપવાને બદલે યુવકને ઘરે સુવડાવી દેતા યુવકનું મોત નિપજ્યું છે. તો આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે જી.જી.હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ સાથે જ ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.