સવારના 7 વાગ્યાથી જ લોકોની મતદાન કરવા કતારો લાગી છે ત્યારે આ મતદાનના મહાપર્વ ઉપર લોકો પોતાનું દૈનિક કાર્ય અને કામકાજ મૂકીને પેહલા પોતાના મતનું દાન કરી રહ્યા છે.
લોકશાહીના મહાપર્વ પર ગીરસોમનાથમાં વહેલી સવારે મતદાન માટે કતારો...
ગીર સોમનાથઃ લોકશાહીનો મહાપર્વ એટલે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં જ્યારે વેહલી સવારથી જ મતદ્દન શરૂ થયું છે. ત્યારે ગીરસોમનાથ અને જૂનાગઢ સંયુક્ત લોકસભાની બેઠક માટે ગીરસોમનાથ જિલ્લામાં ઠેરઠેર મતદાન થઈ રહ્યું છે.
લોકશાહીના મહાપર્વ પર ગીરસોમનાથમાં વહેલી સવારે મતદાન માટે કતારો...
ત્યારે સવારથી શરૂ થયેલું આ મતદાન સાંજ સુધી અવિરત ચાલુ રહે તેના માટે તંત્ર સજ્જ બન્યું છે. બુથ પર વેઇટિંગ રૂમની સુવિધા બનાવવામાં આવી છે તો સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.