રાજ્યમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જ્યારે અમુક વિસ્તારો પાણી વગર તરસી રહ્યા છે. ત્યારે સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમ નજીક આવેલ સિધ્ધેશ્વર મહાદેવ પાસે તીર્થ પુરોહીતો સાથે પાઠશાળાના બાળકો ત્રણ દિવસનું અનુષ્ઠાન કરે છે. આ પરંપરા મુજબ શિવજીના ગર્ભગૃહમાં ઊંબરા સુધી પાણીમાં શિવજીને ડુબાડી દેવાય છે અને શિવજીને મુંજવવાનો પ્રયાસ મનાય છે. જેથી સારો વરસાદ થાય તેવી છે અહી માન્યતા છે. સાથે જ રૂદ્રાભિષેકના મંત્રો સાથે ભગવાન સિધ્ધેશ્વરને જલમગ્ન કરી પૂજા કરાય છે.
વરસાદ ન આવે તો અહીં ભગવાનને ડુબાડી દેવામાં આવે છે...જાણો આ પરંપરા વિશે...
ગીર સોમનાથઃ પ્રભાસતીર્થ સોમનાથમાં મેઘરાજાને રીઝવવાની એક અનોખી પરંપરા ચાલી રહી છે. જ્યાં ત્રણ દિવસ સુધી જ્ઞાન વાવના પાણીથી શિવજીને પાણીમાં ડુબાડી રાખવાની પરંપરા છે. ત્યારબાદ અનુષ્ઠાન બાદ મેઘરાજા અવશ્ય પધારે છે તેવી છે માન્યતા છે.
ગીર સોમનાથ
આ મુદ્દે સ્થાનિકોનું અને તીર્થ પુરોહિતોનું માનવું છે કે, જ્યારે અમે શિવજીને જલમગ્ન કરી વરસાદની કામના કરી છે ત્યારે ચોક્કસથી વરસાદ થાય જ છે. ત્યારે કદાચ આ આખા દેશ અને રાજ્યમાં એક જ એવું અનોખું મંદિર હશે જ્યાં વરસાદ પામવા માટે ભગવાનને જ પાણીમાં ડુબાડી દેવામાં આવે છે.