- ઊના ખરીદ વેંચાણ સંઘમાં મગફળીનું બિયારણ નબળી ગુણવત્તાનું આવ્યું હોવાની શક્યતા
- ધારાસભ્ય પુંજા વંશે ખેડૂતોને બિયારણની પૂરતી ચકાસણી કર્યા બાદ જ વાવેતર કરવા કરી અપીલ
- મગફળીનું બિયારણના માર્કેટ ભાવ કરતા 200 રૂપિયા વધુ લેવાતા હોવાનો આરોપ
ગીર-સોમનાથઃ જિલ્લાના ઊનામાં તાલુકા ખરીદ-વેચાણ સંઘે ગુજરાત રાજ્ય બિજ નિગમમાંથી મંગાવેલું મગફળીનું બિયારણ નબળી ગુણવતાનું નિકળ્યું હોવાની શક્યતાથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઈ છે. આ અંગે ઊનાના ધારાસભ્ય પુંજા વંશે ખેડૂતોને બિયારણની પૂરતી ચકાસણી કર્યા બાદ જ વાવેતર કરવા અપીલ કરી છે.
ગુજરાત બિજ નિગમમાંથી 20 થી 22 નંબરનું મગફળીનું બિયારણ મંગાવ્યું
ઊના તાલુકા ખરીદ-વેચાણ સંઘે ગુજરાત બિજ નિગમમાંથી 20 થી 22 નંબરનું મગફળીનું બિયારણ મંગાવ્યું હતું અને સંઘ દ્વારા તેમનું વેચાણ કરાયું હતું. જેમાં ગિરગઢડા તાલુકાના આંકોલાળી ગામના ખેડૂત ભગવાન ભીખાભાઇ વાજાએ સંઘમાંથી મગફળીનું બિયારણ રૂપિયા 2300ના ભાવે ખરીદ્યું હતું. પણ તેની થેલી ખોલતાં આ બિયારણ નબરી ગુણવતાનું જણાતાં તેઓ અચંબામાં પડી ગયા હતા.
આ પણ વાંચોઃ તાલાલા ગીર પંથકની કેરીની સિઝન ચાલુ વર્ષે ગ્લોબલ ચેન્જીંગ અને વાવાઝોડાના કારણે ત્રણ દિવસ વહેલી પૂર્ણ થઇ