ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ પરિસરમાં હવાઈમથક કક્ષા નું સ્નાનગર અને શૌચાલય નું લોકાર્પણ કરાયું

ગીર સોમનાથ   વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ટ્રસ્ટના ટ્રસ્ટી છે. એવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પરિસરમાં 70 લાખ જેવી માતબર રકમના ખર્ચે  આધુનિક સુવિધા ધરાવતું ટોયલેટ અને સ્નાનનાગાર લોકો માટે ખુલ્લુ મુકાયું. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લેહરી દ્વારા રીબીન કાપીને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

By

Published : Aug 4, 2019, 3:50 AM IST

સોમનાથ પરિસરમાં હવાઈમથક કક્ષા નું સ્નાનગર અને શૌચાલય નું લોકાર્પણ કરાયું

સોમનાથ મંદિરની સામે લગેજ રૂમ પાસે sbiઅને ગુજરાત પવિત્ર યાત્રાધામ વીકાસ બોર્ડ, અને સોમનાથ ટ્રસ્ટ ની ભાગીદારીથી 70 લાખ જેટલી રકમ ના ખર્ચે આધુનિક ટોયલેટ બાથરૂમ સુવિધાનું લોકાર્પણ કરાયુ, આ તકે એસ.બી.આઈના ગુજરાત વિભાગના વડા દુઃખબંધુ જી એ સોમનાથ પરીસરમાં કેફે, અને એક નાની પણ બહુઉપયોગી ડિજિટલ બેન્ક બનાવવાની જાહેરાત કરી હતી. સાથે જ એક મશીન લગાવી ડિજિટલ ગે-ટવે બનાવવાની જાહેરાત કરી હતી કે જેના દ્વારા યાત્રિક સીધુ સોમનાથ મંદિરમાં દાન કરી શકશે અને અન્ય પૂજાવિધિ તેમાંથી જ નોંધાવી શકશે. ત્યારે શ્રવણ માસ અને એના પછી પણ દેશવિદેશથી આવનાર યાત્રિકોને ઉચ્ચ કક્ષાની સુવિધાઓ આપતું સ્નાનાગાર અને ટોયલેટની સ્વચ્છ અને સુચારુ સુવિધા મળશે.

સોમનાથ પરિસરમાં હવાઈમથક કક્ષા નું સ્નાનગર અને શૌચાલય નું લોકાર્પણ કરાયું,etv bharat

ABOUT THE AUTHOR

...view details