- વેરાવળમાં મંડપના ધંધાર્થીના બંધ મકાનમાં ચોરી
- તસ્કરોએ રૂપિયા 2.60 લાખની કરી ચોરી
- પરિવારજનોએ ફરીયાદ નોંધાવી
વેરાવળ: ગીર સોમનાથના વેરાવળમાં યોગી વિધાલય પાછળ આવેલી વાણંદ સોસાયટીમાં રહેતા મંડપ સર્વિસના ધંધાર્થી પરીવાર સાથે ઘર બંઘ કરી નજીકના ગામે ગયા હતા. ત્યારે રાત્રીના સમયે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રૂપિયા, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 2.60 લાખની ચોરી કરી હતી. ચોરીની જાણ થતા પરિવારજનોએ ફરીયાદ નોંધાવી હતી.
પરિવાર સગાના ત્યા ગયો હતો તે દરમિયાન ચોરી
પ્રાપ્ત વિગતો મુજબ, વેરાવળ શહેરમાં યોગી વિધાલય પાછળ આવેલી વાણંદ સોસાયટીમાં રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા કરશનભાઇ કાનાભાઇ ઝાલા તેમના પરીવારજનો સાથે ઘર બંધ કરી 31 જાન્યુઆરીના રોજ બપોરના સમયે નજીકના મોરડીયા ગામે સાળાના ઘરે ગયા હતા. જોકે તે દરમિયાન રાત્રીના સમયે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ચોરી કરી હતી. આ વાતની જાણ પરિવારજનોને બીજા દિવસે સવારે પડી હતી.