- ગીર-સોમનાથ જિલ્લાની 29 PHC અને 5 અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાશે
- મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને સાર્થક કરવા ગામના લોકોની આરોગ્ય તપાસણી કરાશે
- જરૂરિયાતવાળા દર્દીને કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવશે
ગીર-સોમનાથઃ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે લોકોના આરોગ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ત્યારે જિલ્લાની 13,37,840 વસ્તીનો ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલા 29 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 5 અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ સહિત લોકોના ઘરે જઇને સર્વે કરશે.
ગીર સોમનાથ જિલ્લાના 13.37 લાખથી વધુ લોકોના આરોગ્યની થશે તપાસ આ પણ વાંચોઃવલસાડથી ઉત્તર ભારત જનારા શ્રમિકોના આરોગ્યનું પરીક્ષણ કરાયું
ગામના લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવશે
મારૂ ગામ કોરોના મુક્ત ગામના અભિયાનને સાર્થક કરવા ગામના લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવશે. જેમાં શરદી, ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ, ગંધ અને સ્વાદ ન આવવો, ઝાડા થવા, 95થી ઓછુ ઓક્સીજન લેવલ અને શંકાસ્પદ લક્ષણ ધરાવતા લોકોના ટેસ્ટીંગ કરવામાં આવશે.
આ પણ વાંચોઃવલસાડમાં કોરોના સંક્રમણને રોકવા 409 ગામોની સ્કૂલોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરાયા
હોમ આઇસોલેશનમાં રહેલા પોઝિટિવ દર્દીને કોવિડ કેર સેન્ટરમાં સારવાર આપવામાં આવશે
કોરોનાના હોમ આઇસોલેશનમાં રહેલા પોઝિટિવ દર્દીને કોવિડ કેર સેન્ટરમાં સારવાર આપવામાં આવશે. જરૂર જણાશે, તો કોવિડ હોસ્પિટલ ખાતે લઇ જઇ સારવાર આપવામાં આવશે, તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાનીની યાદીમાં જણાવાયું હતું.