તાલાલાના બામણસા ગામમાં માત્ર મજૂર વર્ગ જ વસવાટ કરે છે. જે કોઈ પણ પ્રકારની સુખ-સુવિધાથી વંચીત છે. છેલ્લા 45 વર્ષથી આ ગામમાં શૌચાલયની સહાય મંજુર થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી રકમ ફાળવવામાં આવી નથી. આ ગામમાં એક પણ મજુર વર્ગનું મકાન પાકુ નથી. આ બાબતને લઇને જો ગામના લોકો કોઈ ફરીયાદ કરવા સરકારી અધિકારી પાસે જાય ત્યારે થઈ જશે કામ તોવો જવાબ આપે છે. જેથી ગામ લોકોને ધરમનો ધક્કો થાય છે.
આ બધી સમસ્યાઓથી કંટાળીને ગામના આગેવાનોએ અને ગ્રામજનોએ આવનારી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે. ગ્રામજનોનું કહેવુ છે કે, પહેલા ગામનો વિકાસ કરો, પછી મત અને જો ગામ નહિ તો મતદાન પણ કરશું નહી.