- ઘારાસભ્યને નેશનલ હાઇવે (National haigh way) ઓથો.ની અઘિકારીએ લેખિત બાહેઘરી
- આંદોલન મુલત્વી રાખી ઘારાસભ્ય સમર્થકો સાથે રસ્તા પરથી ખસી ગયા
- 22 માસના આજે 4 વર્ષ વીતી જવા છતાં નેશનલ હાઇવેનું કામ પુરૂ થયુ નથી
ગીર સોમનાથ: છેલ્લા ચાર વર્ષથી વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવેની બિસ્માર સ્થિતિના મુદે કોંગી ધારાસભ્ય રોડ પર ઉતરી ચક્કાજામ કરવા પહોંચ્યા હતા. એ સમયે દોડી આવેલા નેશનલ હાઇવે (National haigh way) ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ લેખિત બાંહેધરી આપતા ધારાસભ્યએ રસ્તા રોકો આંદોલન મુલત્વી રાખી દીઘુ હતુ. જોકે, નેશનલ હાઇવે ઓથોરીટીના જવાબદાર અધિકારી દ્વારા મીડિયા સમક્ષ વરસાદ અને જમીન સંપાદનનું કારણ આગળ ધરી લુલો બચાવ કરાયો હતો.
22 માસના આજે 4 વર્ષ વીતી જવા છતાં કામ પુરૂ થયુ નથી
દેશના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરને જોડતા સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે (National haigh way)નું કામ વર્ષ 2016માં શરૂ થયું હતુ. આ કામ દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું હતું જે ન થયું અને વધારે સમય મર્યાદા સાથે 22 માસ કર્યા, પરંતુ 22 માસના આજે 4 વર્ષ વીતી જવા છતાં કામ પુરૂ થયુ નથી. જેના કારણે રસ્તો પણ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. છેલ્લા ચાર વર્ષથી બિસ્માર નેશનલ હાઇવે મુદે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા પણ જવાબદાર ઓથોરિટીને અનેકવાર લેખિત-મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ બેજવાબદાર તંત્રના અધિકારીઓના પેટનું પાણી ન હલતા આજરોજ ધારાસભ્ય ભગવાનભાઇ બારડે રસ્તા રોકો આંદોલન કરવાની અગાઉથી લેખિત ચીમકી તંત્રને આપેલી હતી.
ઘડીભર હાઇવેનો ટ્રાફિક થંભી ગયો હતો